ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. સરકાર સ્કૂલ ફરી ખુલ્લી મૂકવાની જાહેરાત કરી રહી છે. બહુ જલદી સ્થાનિક સ્તરે સ્કૂલને લઈને નિર્ણય લેવાશે એવી જાહેરાત પણ રાજ્યનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે કરી હતી. જોકે હજી સુધી મુખ્ય પ્રધાને સ્કૂલને લઈને કોઈ જાહેરાત નથી કરી. મુંબઈમાં સ્કૂલ ચાલુ કરવાને લઈને શિક્ષકોની સાથે જ વાલીઓ પણ ચિંતામાં છે. એનું કારણ શિક્ષકોને લાગેલો કોરોનાનો ચેપ કહેવાય છે.
મુંબઈમાં અત્યાર સુધી 200 જેટલા શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, તો છ શિક્ષકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. મુંબઈ મહાનગરપાલિકા શિક્ષણ ખાતાના શિક્ષકોને પણ ગયા વર્ષથી કોરોનાને લગતી કામગીરીમાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારી, અધિકારીઓની સાથે જ શિક્ષકો પણ કોરોનાને લગતાં કામ છેલ્લા દોઢ વર્ષથી કરી રહ્યા છે. એને કારણે અત્યાર સુધી 200થી વધુ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આગામી સમયમાં સ્કૂલ ચાલુ કરવામાં આવે તો શિક્ષકોની સાથે જ વિદ્યાર્થીઓને પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધી જવાનો ડર વાલીઓને સતાવી રહ્યો છે.
સારા સમાચાર! મુંબઈની ઝૂંપડપટ્ટી અને ચાલીઓ થઈ કોરોનામુક્ત; જાણો વિગત