News Continuous Bureau | Mumbai
બે લંપટોએ પોતાને ગુજરાતના(Gujarat) બ્રોકરો ગણાવીને બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ (BKC)ના હીરા બજારના(Diamond Market) વેપારીના(Diamond Traders) 3.5 કરોડ રૂપિયાની કિંમતના 3 હીરાની ચોરી(Diamond theft) કરી હોવાનો ચોંકાવનારો બનાવ નોંધાયો છે.
ચોરટાઓએ સેલ્સમેનનું(salesman) ધ્યાન બીજી તરફ દોરીને 3 કિંમતી હીરા તડફડાવી લીધા હતા. BKC પોલીસ બંને આરોપીઓ શોધી રહી છે, તે માટે તેઓ દુકાન સહિતના આજુબાજુના પરિસરના સીસીટીવી ફૂટેજ(CCTV Footage) તપાસી રહી છે.
બંને આરોપીઓએ(Accused) વેપારીને અગાઉ ફોન કરીને તેમને હીરાની ખરીદીમાં(Diamond purchase) રસ હોવાનું કહ્યું હતું. આરોપીએ સાત જુલાઈના BKC ઓફિસની મુલાકાત લીધી હતી અને હીરાની તપાસ કરવા લાગ્યા હતા. એ દરમિયાન 3 હીરા બાજુ પર રાખવા માટે તેઓએ સેલ્સમેનને કહ્યું હતું. થોડી વાર પછી તેઓએ પૈસા લઈને આવતા અઠવાડિયામાં આવશે એવું કહીને બહાર નીકળી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- કોરોનાની સાથે જ મુંબઈમાં આ બીમારીએ માથું ઉંચક્યું- ચાર દર્દી વેન્ટિલેટર પર- જાણો વિગત
આ દરમિયાન ગયા સોમવારે વેપારીને ડાયમંડ બોક્સ(Diamond Box) ખોલતા તેમાંથી હીરા ગાયબ હોવાનું જણાયું હતું. તેથી વેપારી અને સેલ્સમેને સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ કર્યું હતું, તેમાં બંને ગાઠિયાઓએ હીરાની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. લગભગ 12 દિવસ બાદ વેપારીએ હીરાની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને શોધી રહી છે.