ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
મીરા રોડમાં એક વિત્રિત પ્રકરણ પોલીસને ચોપડે નોંધાયું હતું, જેમાં ગુજરાતી વર્સિંસ મરાઠી સામસામે આવી ગયા છે. બન્યું એવું કે ગુજરાતી મકાન માલકણે પોતાનું ઘર મરાઠી માણસને વેચવાની અનિચ્છા દર્શાવી હતી. ઘર વેચવાનો ઇનકાર કરનારી મકાનમાલકણ રિંકુ દેઢિયા સામે મીરા રોડના નયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મીરા રોડના શાંતિ નગર સેક્ટર સાતમાં રિંકુ દેઢિયાનું ઘર આવેલું છે. સોશિયલ મીડિયામાં તેણે ઘર વેચવાને લગતી માહિતી મૂકી હતી. એને આધારે ગોવર્ધન દેશમુખે તેનો ઘર ખરીદવા માટે સંપર્ક કર્યો હતો. ગોવર્ધનની પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તે મરાઠી હોવાથી તેને ઘર વેચવાનો રિંકુએ ઇનકાર કર્યો હતો. હાઉસિંગ સોસાયટીનો નિયમ હોવાનું કારણ રિંકુએ આગળ કર્યું હતું.
બેસ્ટની બસો બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. જુઓ દાદર સ્ટેશનનો વીડિયો
ફક્ત મરાઠી હોવાથી તેને ઘર આપવાનો નકાર કર્યો હતો. એથી પોલીસ ડાયરેક્ટરને આ બાબતે પત્ર લખ્યો હોવાનું ગોવર્ધન દેશમુખે કહ્યું હતું. રિંકુએ આ બાબતે જોકે તેણે સોસાયટીનો નિયમ હોવાનું કારણ આગળ કર્યું હતું. તેમ જ ઘર તેની માલિકીનું હોવાથી કોને આપવું, કોને નહીં આપવું તેની મરજીની વાત હોવાનું તેણે કહ્યું હતું.