ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોના બાદ લોકો મંદીનો સામનો કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો માટે મંદી આવી જ નથી. દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં એક ફ્લૅટ ૪૯ કરોડની કિંમતમાં વેચાયો છે, જેનું ક્ષેત્રફળ ૨,૬૧૫ ચોરસ ફૂટનું છે.
સ્ટૅમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન દસ્તાવેજોના આંકડા મુજબ અભિજિત અને નિતા જોશીએ મલબાર હિલના બ્રીચ કૅન્ડીના બમનજી પેટિટ સ્થિત ૯-એ રેસિડેન્સીસ પ્રોજેક્ટનો ફ્લૅટ નંબર ૧૧૦૧ ખરીદ્યો છે. જેની કિંમત ૪૯ કરોડ છે. ૨,૬૧૫ ચો.ફૂટના આ ફ્લૅટમાં પ્રતિ ચો.ફૂટનો ભાવ ૧.૮૭ લાખ રૂપિયા છે. આ ફ્લૅટની સાથે ઇમારતના લેવલ પી-ટુમાં ચાર કાર પાર્કિંગ સ્લોટ અને બીજી સુવિધાઓ પણ મળી છે.
અભિજિત જોષીએ આ ફ્લાઇટ ઉપર ૨.૪૫ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યૂટી ભરી છે. જોષી એક લૉ કંપનીના સ્થાપક છે.
આ પહેલાં ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૧માં સહુથી મોટી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ડીલ જિતેન દોશીએ કરી હતી. તેમણે ૬૧ કરોડમાં ૩,૬૫૭ ચો.ફૂટનો ફ્લૅટ લીધો હતો.