ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
ભારતની સૂર સામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહનો રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક) ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા. ભાજપના ધારાસભ્ય રામ કદમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લતા મંગેશકરનું અહીં સ્મારક બનાવવાની માંગણી કરી છે.
શિવાજી પાર્ક ખાતે ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ જ્યાં પંચતત્વમાં વિલીન થયા હતા તે સ્થળે જ તેમનું સ્મારક ઉભુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ સ્મારક તાત્કાલિક ઉભું કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે.
વિધાનસભ્ય રામ કદમે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ સ્થળ વિશ્વ માટે પ્રેરણા બની રહેશે. આ રીતે દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભાજપના વિધાનસભ્યની માંગણી સંદર્ભમાં શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે લતા દીદીને ક્યારેય ભૂલવામાં નહીં આવે. કેટલાક લોકોએ ઉદ્યાનમાં સ્મારક બનાવવાની માંગ કરી છે. પરંતુ આવી માંગણીની જરૂર નથી. તેના પર રાજકરણ કરો નહીં. દેશે લતા દીદીના સ્મારક વિશે વિચારવાની જરૂર છે.
મુંબઈગરાનો વિશ્વાસઘાત કરનારું મુંબઈ મનપાનું બજેટ ભાજપનો દાવો; જાણો વિગત
શાહરૂખ ખાનને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને તેમણે કહ્યું કે શાહરૂખના કાર્યોને જાણી જોઈને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, એક જૂથના એક પરિવારના લોકો આ કામ કરી રહ્યા છે. આ નકામું છે, તમારી પાસે કોઈ વ્યવસાય બાકી નથી.