જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
કોવિડની વેક્સિન માટે પૂરી પાડવા PFIZER તરફથી પણ બીડ આવી છે, એવો BMCના કમિશનર ઇકબાલસિંહ ચહલે દાવો કર્યો છે. જોકે PFIZERએ વેક્સિન માટે તેઓએ કોઈ બીડ કરી ન હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. એથી આ બંનેમાંથી કોણ સાચું એવો સવાલ થઈ રહ્યો છે.
બીડને લઈને PFIZER ફાર્માસ્યુટિકલ કંપનીએ સ્પષ્ટતા કરી છે. PFIZER કે તેમની સાથે ગ્લોબ્લ સ્તરે જોડાયેલી કોઈ પણ કંપનીએ PFIZER-BioTech કોવિડ વેક્સિનને ઇમ્પૉર્ટ-એક્સપૉર્ટ કરવાની મંજૂરી આપી નથી તેમ જ કોઈને પણ ડ્રિસ્ટ્રિબ્યુટર તરીકે નીમ્યા નથી.
PFIZER ફાર્માસ્યુટિકલ કંપનીએ એમ પણ કહ્યું હતું તેઓ ફક્ત કેન્દ્ર સરકાર અને નૅશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચલાવતી સુપ્રા નૅશનલ ઑર્ગેનાઇઝેશન સાથે જ ડીલ કરે છે. તેમની ચર્ચા ફક્ત કેન્દ્ર સરકાર સાથે ચાલી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વેક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની પાલિકાની યોજના છે. મુંબઈને એક કરોડ વેક્સિનની આવશ્યકતા છે. એ માટે ગ્લોબલ સ્તરે વેક્સિન પૂરી પાડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. બીડ કરવાના છેલ્લા દિવસે એટલે કે 25 મેના BMC વેક્સિન પૂરી પાડવા માટે આઠ કંપનીઓએ રસ બતાવ્યો છે. એમાં સાત કંપની સ્પૂટનિક વેક્સિન માટે અને PFIZER વેક્સિન પૂરી પાડવા માટે એક બીડ આવી છે, એવો BMCના કમિશનર ઇકબાલસિંહ ચહલે દાવો કર્યો હતો.