178
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું બજેટ આજે રજૂ કરવામાં આવશે.
સવારે દસ વાગ્યે શિક્ષણ સમિતિની બેઠકમાં અને અગિયાર વાગ્યે મુખ્ય બજેટ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
આ વર્ષે લગભગ ૪૨ હજાર કરોડ રૃપિયાનું બજેટ હશે.
જોકે અગાઉ ઓનલાઈન સિસ્ટમ દ્વારા બજેટ રજૂ થવાનું હતું.
બુધવારે મોડી રાત્રે આ નિર્ણય રદ કરીને શિક્ષણ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 માટે શિક્ષણ વિભાગનું બજેટ NMC એડિશનલ કમિશનર અશ્વિની ભિડે શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંધ્યા દોશીને રજૂ કરશે અને કમિશનર ઈકબાલ સિંહ ચહલ તેને સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ સમક્ષ રજૂ કરશે.
મુંબઈમાં કોરોના દર્દીના આંકડા શેરબજારના સેન્સેક્સની જેમ, આજે શહેરમાં ફરી નવા કેસ આટલા હજારને પાર; જાણો આજના તાજા આંકડા
You Might Be Interested In