ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
મુંબઈના વેક્સિનેશન સેન્ટર પર રાજકીય પાર્ટીઓએ પોતાના લગાડેલા પોલિટિકલ હૉર્ડિંગ્સ તુરંત હટાવી લેવાનો આદેશ BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. ગુરુવારે મોડી સાંજે બહાર પાડેલા આદેશ મુજબ વેક્સિનેશન સેન્ટર પર પૉલિટિકલ હૉર્ડિંગ્સ લગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
મુંબઈમાં હાલ 344 વેક્સિનેશન સેન્ટર છે. એમાંથી 245 BMCનાં અને 20 મહારાષ્ટ્ર સરકારનાં તથા કેન્દ્ર સરકારનાં છે. પૉલિટિકલ પાર્ટી પોતાની રીતે તેમનાં હૉર્ડિંગ્સ નહીં ઉતારે તો લોકલ વૉર્ડ ઑફિસરને એ ઉતારી લેવાનું આદેશમાં કહેવામાં આવ્યું છે.
મુંબઈગરાઓની ચિંતા વધી; મ્યુકરમાયકોસીસના કારણે 59 જણનાં મૃત્યુ
કમિશનરના કહેવા મુજબ વેક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં હૉર્ડિંગ્સને લઈને તેમની પાસે ફરિયાદ આવી હતી. જોકે કમિશનરે સ્થાનિક નગરસેવક, ધારાસભ્યોને કારણે મુંબઈના નાગરિકોમાં વેક્સિનેશનમાં મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાનું સ્વીકાર્યું હતું. પરંતુ મુંબઈને કદરૂપું કરનારાં હૉર્ડિંગ્સ હટાવવાં જ પડશે એવું કમિશનરે ક્હ્યું હતું.