ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
રાજ્ય સરકારે ભલે ગમે એવી ગાઇડલાઇન બનાવી હોય, મુંબઈ મહાનગરપાલિકા પોતાની સગવડ પ્રમાણે નિર્ણય લેશે. હાલ મુંબઈ શહેરમાં દૈનિક 800 જેટલા કેસ રજિસ્ટર થઈ રહ્યા છે. આ આંકડાને નાનોસૂનો સમજવો એ ગંભીર ભૂલ રહેશે. ભૂતકાળમાં એવો અનુભવ રહ્યો છે કે 800 કેસને 8,000 કેસ થતાં માત્ર ૧૫ કે 20 દિવસ જેટલો સમય લાગે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકા એવું વિચારી રહી છે કે મુંબઈ શહેરમાં જો 500થી ઓછા કેસ નોંધાય તો ઝડપથી પ્રતિબંધો પાછા ખેંચી શકે એમ છે. અનેક વૉર્ડ એવા છે જેમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના જતો રહ્યો છે, પરંતુ ઇમારતોમાં ઘૂસી ગયેલો કોરોના ઝડપથી બહાર નથી આવી રહ્યો.
મુંબઈ શહેર માટે આજે ફેંસલા નો દિવસ. બધાની નજર પાલિકાના નિર્ણય પર. શું મુંબઈમાં પ્રતિબંધ ચાલુ રહેશે?
આ પરિસ્થિતિમાં સરકારી ગાઇડલાઇન ભલે ગમે એ કહે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકા દૈનિક 500થી ઓછા કોરોનાના કેસ નોંધાય એ આંકડા પર નજર રાખીને બેઠું છે.