215
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેરમાં પોઝિટિવીટી રેટ ઘટી ગયો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ખાટલા પણ ખાલી છે. સરકારે જે માર્ગદર્શિકા મૂકી છે તે મુજબ મુંબઈ શહેરમાં હવે કોઈપણ પ્રકારના પ્રતિબંધ ન હોવા જોઈએ. તેમ છતાં મુંબઈ શહેર સંદર્ભે આજે કોઇ મહત્વપૂર્ણ જાહેરાત થઇ નથી. આ પરિસ્થિતિમાં આજે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ શહેરની કોરોના સંદર્ભેની કમિટીની અગત્યની બેઠક છે.
મુંબઈગરા આનંદો! મુંબઈ લેવલ-૧ના અનલૉક માટે તૈયાર; પણ શું પાલિકાની મંજૂરી મળશે?જાણો વિગત
આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે કે મુંબઈ શહેરમાં પ્રતિબંધો ચાલુ રાખવા કે નહીં. આ બેઠકમાં વેપારીઓની દુકાનો સંદર્ભે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મોડી સાંજ સુધીમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
You Might Be Interested In