News Continuous Bureau | Mumbai
અમરાવતીના(Amravati) અપક્ષ સાંસદ નવનીત રાણા(MP Navneet rana) અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા(Ravi rana) ની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. BMCએ રાણા દંપતીને નોટિસ પાઠવી છે. BMC દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસ અનુસાર, મુંબઈના ખાર પરામાં આવેલા તેમના નિવાસસ્થાનની BMC તપાસ કરશે. BMCને શંકા છે કે આ બાંધકામ મંજૂર કરેલા પ્લાનમાં ચેડા કરીને બનાવવામાં આવ્યું હતું. BMCએ ઓવર-કન્સ્ટ્રક્શન(Over construction) અને અમુક નિયમોના ઉલ્લંઘન ની ફરિયાદ પર તપાસ નોટિસ જારી કરી છે.
હાલ જદ્રોહના આરોપ હેઠળ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રવિ રાણા છેલ્લા 10 દિવસથી જેલમાં છે. તેથી તેમના ઘરમાં હાલ કોઈ નથી. તેથી પાલિકાએ તેમના બંધ ઘરને બારણે નોટિસ લગાવી હતી. મંજૂર પ્લાન સિવાય બાંધકામ અને અમુક નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તપાસ માટે નોટિસ મોકલવામાં આવી છે. પાલિકા દ્વારા 4 મેના રોજ મુંબઈના ખારમાં રવિ રાણા ના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ ના આરોપમાં નોટિસ મોકલવામાં આવી છે. સોસાયટી ના પદાધિકારી સહિત રવિ રાણા ને નોટિસ મોકલવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો.
સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(CM Uddhav thackeray) નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના(Hanuman chalisa) પાઠ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં રાજ્યમાં મસ્જિદ પરના ભૂંગળા, હિંદુત્વ(Hindutva) અને હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે થોડા દિવસ અગાઉ નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરી હતી. બાદમાં મુંબઈ પોલીસે(Mumbai Police) રાણા દંપતીની ધરપકડ કરી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાણા દંપતીનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે. તેની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે.