ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
રોબોટિક ટેક્નોલોજીઆધારિત મુંબઈમાં BMCનું પહેલું ઓટોમેટિક પબ્લિક પાર્કિંગ ગુરુવારથી ચાલુ કરવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઈના ભૂલાભાઈ દેસાઈ રોડની પાસે અને મહાલક્ષ્મી મંદિરની નજીક રહેલા હબટાઉન સ્કાયવે બિલ્ડિંગમાં આ 21 માળાનું પાર્કિંગ છે. અહીં એકીસાથે 240 વાહનો પાર્ક કરી શકાશે. અઠવાડિયાના સાતે દિવસ 24 કલાક આ પાર્કિંગ ખુલ્લુ રહેશે. રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. તેની સામે પાર્કિંગ પ્લોટ ઓછા પડી રહ્યા છે. તેથી પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ભુલાભાઈ દેસાઈ રોડ પર પાલિકાના કબજામાં રહેલા પાર્કિંગ પ્લોટનું રીનોવેશન કર્યું હતું. જેમા તેમણે ઓટોમેટિક પધ્ધતીએ વાહનો પાર્ક કરવાની સગવડ ઊભી કરી છે.
અરે વાહ ! રુમઝુમ વરસાદને કારણે મુંબઈગરાઓની પાણીની સમસ્યા હળવી થઈ. જાણો કેટલું પાણી ભેગુ થયું
આ 21 માળાના પાર્કિગ પ્લોટમાં એન્ટ્રન્સ પાસે ભવ્ય પોલાદી પ્લેટ છે, તેના પર વાહન ઊભું કર્યા બાદ તેની ઓટોમેટિક કમ્પ્યુટર પર નોંધ થશે. અહીં એકી સાથે 240 વાહનો પાર્ક થશે. વાહનોની ઓટોમેટિક અવરજવર માટે બે મોટી લિફ્ટ, બે શટલ ડિવાઈસ અને બે સિલોમેટ ટ્રોલી રાખવામાં આવ્યા છે. કારને ટર્ન કરવા ચાર ઓટોમેટિક ટર્ન ટેબલ છે. એક મિનિટમાં અહીં એક કાર પાર્ક થશે. રોબોટની ક્ષમતા પ્રતિ કલાકે 60 વાહનો પાર્ક કરવાની છે. અહીં 24X7 પાર્કિંગની વ્યવસ્થા છે. આ સિસ્ટમમાં નિર્માણમાં લાગનારી લગભગ 80 ટકા સામગ્રી ભારત નિર્મિત છે.
#મુંબઈ માં હવે #રોબટ કરશે #કાર પાર્કિંગ. #પહલીવાર આ નવી #ટેકનીક મુંબઈ માં અસ્તિત્વ માં આવી. જાણો વિગત…#southMumbai #carparking #roboticshuttle @mybmc #newtech pic.twitter.com/ykZZY2uUSy
— news continuous (@NewsContinuous) June 25, 2021