ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને બ્રેક ધ ચેઇન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે નવા આદેશો જાહેર કર્યા છે. આદેશ મુજબ, 21 જૂનથી 27 જૂન સુધી મુંબઈમાં લેવલ-3 પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. હકીકતે મુંબઈ એમ તો પહેલા તબક્કામાં છે, છતાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો લાગુ કરાયા છે.
નવા નિયમ મુજબ આવશ્યક દુકાનો દરરોજ સવારે સાતથી સાંજે ચાર દરમિયાન અને અન્ય દુકાનો સોમવારથી શુક્રવાર સુધી સવારે સાતથી ચાર વાગ્યા દરમિયાન ખૂલી રહેશે. તમામ મૉલ્સ અને થિયેટરો બંધ રહેશે. સોમવારથી શુક્રવાર સુધી બપોરના 4 વાગ્યા સુધી હૉટેલો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે, ત્યારબાદ પાર્સલની વ્યવસ્થા રહેશે. સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો બંધ રહેશે. મૉર્નિંગ વૉક, મેદાન, સાઇક્લિંગ સવારે પાંચથી નવ ખુલ્લા રહેશે.
ખાનગી ઑફિસો સાંજે ચાર વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહી શકશે. સરકારી ઑફિસો 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત રહેશે. આઉટડૉર રમતો સવારે 5થી 9 અને સાંજે 6થી 9 રમી શકાશે. સ્ટુડિયોમાં શૂટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મનોરંજન કાર્યક્રમો સોમવારથી શુક્રવાર સુધી ચાર વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે થઈ શકશે. લગ્નમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં20 લોકોનીહાજરી રહેશે.4 વાગ્યા સુધી બાંધકામની મંજૂરી આપવામાં આવી છે.
હેં! મુંબઈ શહેરમાં દરિયો 107 ચોરસ કિલોમીટર જમીન ગળી ગયો; બાપરે
ઉલ્લેખનીય છે કે તમામ કૃષિકાર્યને મંજૂરી આપવામાં આવી છે. ઈ-કૉમર્સ ચાલુ રહી શકે છે. સાંજે પાંચ વાગ્યા સુધી લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ શકાશે નહિ અને ત્યારબાદ કર્ફ્યુ રહેશે.