ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
દરિયાની સપાટીમાં જોખમી રીતે વધારો થઈ રહ્યો છે. એને કારણે છેલ્લાં 30 વર્ષમાં મુંબઈ સહિત એની આજુબાજુનાં શહેર (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) વિસ્તારોની 107 ચોરસ સ્ક્વેર મીટર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.
દરિયામાં સમાઈ ગયેલી આ જમીનનું ક્ષેત્રફળ લગભગ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નૅશનલ પાર્ક)થી પણ વધુ છે. દરિયાની સપાટી વધવાની સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન રીજનના દરિયાકિનારા નજીકના રહેણાક વિસ્તાર પાણીમાં ડૂબી જવાનું જોખમ પણ વધી ગયું છે. અહીં રહેનારાઓની રોજીરોટીને પણ મોટા પ્રમાણમાં ફટકો પડ્યો છે. ચોમાસા દરમિયાન જમીન પાણીમાં જવાનું જોખમ વધી ગયું છે. આગામી સમયમાં આ સંકટ વધુ ઘેરું બની શકે છે.
તારીખ પે તારીખ : હવે મહામારીના અંત સુધી નહિ ખૂલે લોકલ ટ્રેન; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ્સ દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજનની આજુબાજુના વિસ્તારોમાં પાણીની સપાટી જોખમી રીતે વધી ગઈ હોવાનું પણ જણાયું હતું.