ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ માટે 240 લિટર ક્ષમતાના કચરાના ડબ્બા ખરીદવાનો નિર્ણય લીધો છે. આ ડબ્બા કૉમ્પેક્ટરથી ઊંચકી શકાય એ મુજબના છે. જોકે 240 લિટરની ક્ષમતાના એક ડબ્બાની કિંમત 1791 રૂપિયા છે. એક ડબ્બા પાછળ આટલા રૂપિયા ખર્ચવાના પાલિકાના નિર્ણય સામે જોકે આંખો પહોળી થઈ જાય એવું છે.
ચોમાસા દરમિયાન લોકો ખુલ્લી ગટરમાં ન પડી જાય એટલે પાલિકાએ ઊંચક્યું આ પગલું; જાણો વધુ વિગત
મુંબઈના દરેક વૉર્ડમાંથી 240 લિટરની ક્ષમતાના ડબ્બાની માગણી કરવામાં આવી છે તેમ જ સ્કૂલ તથા હૉસ્પિટલમાંથી પણ આ પ્રકારના ડબ્બાની માગણી થઈ રહી છે, એવો દાવા પણ પાલિકાએ કર્યો છે. કચરાના ડબ્બા ખરીદવા માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. એમાંથી ઓછી બોલી લગાવનારા કૉન્ટ્રૅક્ટરને કામ આપવામાં આવવાનું છે. જોકે ઓછી બોલી લગાવનારાએ પણ એક ડબ્બાની કિંમત 1,791 રૂપિયા લગાવી છે. આવા લગભગ 50,000 ડબ્બા ખરીદવામાં આવવાના છે, એટલે કચરાના ડબ્બા પાછળ પાલિકા 9 કરોડ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. કચરાના ડબ્બા પાછળ આટલા કરોડ રૂપિયાનું પાણી કરવાના નિર્ણય સામે જોકે પાલિકાના વિરોધ પક્ષે શંકા વ્યક્ત કરી છે.