ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
મુંબઈના રસ્તા પર બેવારસ હાલતમાં પડી રહેલા વાહનો સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે. તેમ જ મુંબઈના ટ્રાફિકમાં તે અડચણરૂપ સાબિત થાય છે. તેથી આવા બેવારસ વાહનો માટે પાલિકાએ દેવનારમાં ૧૦,૧૯૦ ચોરસ મીટરનો પ્લોટ પોતાના કબજામાં લેવાની છે, જયાં તે બેવારસ વાહનોને રાખશે.
મુંબઈમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. તો એ સાથે જ બેવારસ વાહનોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં પાલિકાએ લગભગ ૬૦૦ બેવારસ વાહનો જપ્ત કર્યા છે. રસ્તા પર ગમે ત્યાં વાહનો મૂકવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તેમ જ સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે જોખમી છે.
બે વર્ષમાં વેસ્ટર્ન રેલવેએ ટિકિટ વગરના ખુદાબક્ષો પાસેથી વસૂલ્યો આટલા કરોડનો દંડ.. જાણો વિગત
આવા વાહનોને પાલિકા અને ટ્રાફિક પોલીસ જપ્ત કરે છે. સમયાંતરે નોટિસ આપ્યા બાદ આવા વાહનોને લિલામ કરી નાખવામાં આવે છે. જોકે ત્યાં સુધી જપ્ત કરેલા વાહનો રાખવાની સમસ્યા હોય છે. તેના ઉપાયરૂપે વાહનો માટે દેવનારમાં પાલિકા ૧૦,૧૯૦.૧૯ ચોરસ મીટરની જગ્યા લેવાની છે.