ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જૂન 2021
ગુરુવાર
કોરોના મહામારી પાછળ દર મહિને BMC લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જોકે તેની સામે તેની આવકને જબરો ફટકો પડયો છે. તેથી હવે BMC ખર્ચાને પહોંચી વળવા માટે પોતાની ફિક્સ ડિપોઝિટ તોડવાની છે. એટલે કે કેપિટિલ એક્સપેન્ડીચરને પહોંચી વળવા માટે પોતાની જ ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરવાની છે. પાલિકાને જુદા જુદા વિકાસ કામ માટે ચાર હજાર કરોડ રૂપિયાની આવશ્યકતા છે.. જેની મંજૂરી તેણે સ્થાયી સમિતિ પાસે માગી છે.
કેપિટલ એક્સપેન્ડીચર હેઠળ પુલના, વોટર સીવરેજ લાઈન જેવા પ્રોજેક્ટના કામ કરવામાં આવતા હોય છે. માર્ચ 2020થી કોરોનાને પગલે મુંબઈમાં લોકડાઉન રહ્યું હતું. દોઢ વર્ષમાં મોટા પ્રમાણમાં આર્થિક ફટકો બીએમસીને પડયો છે. પાલિકાનું બજેટ ખોરવાઈ જતા મોટા મોટા પ્રોજેકટના કામ અટવાઈ પડયાં છે. તેથી પહેલી વખત આટલી મોટી રકમની ફિક્સ ડિપોઝિટ પાલિકા તોડવાની છે.
હાશકારો! મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીએ મુંબઈગરાને આ ટેક્સમાંથી બચાવી લીધા; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ પાલિકા પાસે હાલ 80 હજાર કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. કોરોનાને પગલે આવકમાં ઘટાડો થયો છે ત્યારે ફિક્સ ડિપોઝિટ પર મળતી વ્યાજની રકમમાંથી ખર્ચો પૂરો કરી રહી છે. અગાઉ પાલિકાએ ફિક્સ ડિપોઝિટને નહીં તોડતા લોન લેવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે તેમ કરવાની નથી.