ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કોવિડની ત્રીજી લહેરના જોખમને જોતાં વેક્સિનેશન ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા થોડા દિવસમાં આવેલા અહેવાલ મુજબ મહિલાઓમાં વેક્સિન લેવાનું પ્રમાણ ઓછું હોવાથી ચિંતાજનક બાબત બહાર આવી છે. ત્યારે ખાનગી સંસ્થા અથર્વ ફાઉન્ડેશન અને બોરીવલીના સ્થાનિક વિધાનસભ્ય સુનીલ રાણે દ્વારા ખાસ 18 વર્ષથી વધુ ઉંમરની યુવતી અને મહિલાઓ માટે બે દિવસનું વેક્સિનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન લાભાર્થીઓને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવવાની છે.
લાલબાગમાં પોલીસે પત્રકારોને ધક્કે ચડાવ્યા, કહ્યું : ચાલતી પકડ અહીંયાંથી; જુઓ વીડિયો અને જાણો વિગત
રવિવાર 12 સપ્ટેમ્બર અને સોમવાર 13 સપ્ટેમ્બરના બે દિવસ 2,000 મહિલાઓને તદન મફત વેક્સિન આપવામાં આવવાની છે. પહેલો અથવા બીજો ડોઝ લેવા ઇચ્છુક લાભાર્થીઓએ આધાર કાર્ડની ઝેરોક્સ તુરંત જમા કરાવવાની રહેશે. પ્લૉટ નંબર 79, શિવસાગર બિલ્ડિંગ, આર.એસ.સી. 48, ગોરાઈ-2. બોરીવલી (વેસ્ટ)ના ઍડ્રેસ પર સવારના 10થી 2.00 અને સાંજે 5.30થી 9.00 વાગ્યા સુધી આધાર કાર્ડની ઝેરોક્સ સબમિટ કરી દેવાની રહેશે. વધુ સંપર્ક માટે 9082984244/ 8879997008 તથા 9930142749 નંબર પર ફોન કરવો.