ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકા પોતાના પ્રચાર માટે બદનામ છે. વિશ્વની સૌથી ધનિક મહાનગરપાલિકા સૌથી મોટા આર્થિક ગેરવ્યવહાર માટે હંમેશા ટીકાને પાત્ર બની છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હાલ ખર્ચ પેટે ૧૩૦ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈ મહાનગરપાલિકાએ આ બિલ કોરોના કાળ દરમિયાન કરેલા ખર્ચ પેટે રજૂ કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ બિલ રજૂ કર્યું છે તેમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં દસ કરોડ રૂપિયા તેમજ બાંદ્રા બીકેસી કોરોના સેન્ટર પાછળ 130 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. આ ઉપરાંત 2500 કરોડ રૂપિયા અન્ય કામ માટે મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય વિભાગમાં ટ્રાન્સફર કર્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ રજૂ કર્યા છે તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે મહાનગર પાલિકાએ બે પાંચ નહીં પરંતુ સમગ્ર કરોડ રૂપિયાનું લોકોને ભોજન કરાવ્યું છે. હવે આ સમગ્ર વિષય સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમજ આ પૂર્ણ ખર્ચ પાછળ સ્વતંત્ર તપાસની માંગણી કરી છે.