ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
કાંદિવલી વિસ્તારમાં બોગસ વેક્સિનેશનની ફરિયાદ પછી હવે બોરીવલી વિસ્તારમાં આવેલી કૉલેજે બોગસ વેક્સિનેશનની ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે બોરીવલી પશ્ચિમમાં આવેલી આદિત્ય કૉલેજમાં વેક્સિનેશન કૅમ્પ થયો હતો. આ કૅમ્પમાં આશરે 213 લોકોને વેક્સિંન આપવામાં આવી હતી. ત્રીજી જૂનના દિવસે આ વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
મુંબઈ લોક ડાઉન સંદર્ભે કોઈ પણ નિર્ણય લેવાય પરંતુ લોકોને જોઈએ છે તેવો આ નિર્ણય નહીં જ થાય.
આ વેક્સિનેશન કૅમ્પ એક પ્રતિષ્ઠિત હૉસ્પિટલના સેલ્સ મૅનેજર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત હૉસ્પિટલનું નામ સાંભળ્યા પછી જ કૉલેજ દ્વારા વેક્સિનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે એવી જાણકારી સામે આવી છે કે આખેઆખું વેક્સિનેશન એક કૌભાંડ હતું. આ સંદર્ભે પોલીસ વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. હૉસ્પિટલને એવો સંશય છે કે આ વેક્સિનેશન બોગસ હતું, કારણ કે વેક્સિન લેનાર લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ મળ્યું નથી.