ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ માટે ઝાડ તોડવાનો વિરોધ કરનારા 29 આંદોલનકારી સામેના ગુનો પાછા ખેંચવાની બોરીવલી મૅજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરી આપી છે.
4 ઑક્ટોબર, 2019ના રાતના સમયે મેટ્રો કારશેડ માટે ઝાડ કાપવાનું ચાલુ હતું ત્યારે તેનો વિરોધ કરવા ગયેલા પર્યાવરણપ્રેમીઓને પોલીસે તાબામાં લીધા હતા. તેમાંથી 29 સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ સામે ગંભીર ગુના નોંધાવાથી તેમને નોકરી અને પાસપૉર્ટમાં તકલીફ થઈ શકે છે. તેથી મહાવિકાસ આઘાડીની સરકારે સત્તામાં આવતાંની સાથે જ ડિસેમ્બર 2019માં કારશેડ પર સ્ટે આપ્યો હતો. તેમ જ આરેને બચાવવા માટે આંદોલન કરનારાઓ સામેના કેસ પાછા ખેંચવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો.
ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત
સરકારે ગુનો પાછો ખેંચવાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સંબંધિત લોકો સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયા નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેથી કેસ પાછો ખેંચવામાં કોઈ અડચણ ન હોવાનો સરકારે કોર્ટમાં અહેવાલ આપ્યો હતો. તેથી કોર્ટે તમામ 29 લોકો સામેના ગુના પાછા ખેંચીને કેસ બંધ કરવાની મંજૂરી આપી હતી.