ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
એક તરફ ગણેશોત્સવમાં કોરોનાના કેસમાં વધારો થવાની ચિંતા મહારાષ્ટ્ર સરકાર સહિત મુંબઈ મહાનગરપાલિકાને સતાવી રહી છે, તો બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો થઈ ગયો છે. છેલ્લા 10 દિવસમાં ટેસ્ટિંગમાં 12.5 ટકાનો ઘટાડો થયો છે.
16થી 25 ઑગસ્ટ દરમિયાન 3,81,407 મુંબઈગરાના ટેસ્ટિંગ થયાં હતાં. એટલે કે દરરોજ સરેરાશ 38,140 ટેસ્ટિંગ થયાં હતાં. 26 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન 33,33,736 ટેસ્ટિંગ થયાં હતાં. એટલે કે રોજનાં સરેરાશ 33,373 ટેસ્ટિંગ થયાં હતાં. પાલિકાના આંકડા મુજબ છેલ્લા 10 દિવસમાં કોવિડના ટેસ્ટિંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.
જોકે ગણેશોત્સવની ઉજવણી વચ્ચે ત્રીજી લહેરના જોખમને જોતાં પાલિકાએ આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે. કોરોનાનાં લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટિંગ કરાવવાની અપીલ પાલિકાએ કરી છે. જેથી કરીને તુરંત સારવાર ચાલુ કરીને અન્યને ચેપ ફેલાતો રોકી શકાશે.