ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં તમામ સરકારી અને જુદી-જુદી ઑથૉરિટીનાં કામો ધીમી ગતિએ ચાલી રહ્યાં હતાં, પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA) આ બધામાં આગળ નીકળી ગયું છે. તેણે ખાનગી પબ્લિક રિલેશન (PR) એજન્સીને છૂટા હાથે પૈસાની લહાણી કરી છે. કોરોનાકાળમાં તેણે દર મહિને સરેરાશ 21.70 લાખ રૂપિયા PR એજેન્સીને આપ્યા હતા. RTI કાર્યકર્તા અનિલ ગલગલીએ રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ આ માહિતી મેળવી હતી. છેલ્લાં બે વર્ષમાં PR એજન્સીને 5.21 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
RTI મુજબ ખાનગી PR કંપની મેસર્સ મર્કેન્ટાઇલ ઍડ્વર્ટાઇઝિંગ PR એજન્સીને 15 જુલાઈ, 20219માં નીમવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન MMRDAએ તેને 5.21 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. છેલ્લાં બે વર્ષની રકમને જોતાં દર મહિને સરેરાશ કંપનીને 21.70 લાખ ચૂકવવામાં આવ્યા છે.