News Continuous Bureau | Mumbai
ભાજપ અને શિવસેના વચ્ચે દિવસેને દિવસે સંબંધો વધુ વણસી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચેનું રાજકારણ એકદમ નીચલી કક્ષા સુધી પહોંચી ગયું છે, જેમાં મુંબઈના પૂર્વ ઉપનગરના વિક્રોલીમાં શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતના બેનરો પર ગધેડો લખવાની સાથે જ તેના પર કુતરાનો ફોટો લગાડીને તેને ચપ્પલનો હાર પહેરાવાનો બનાવ નોંધાયો હતો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તે પહેલા જ પોલીસે આવા અપમાનજનક બેનરો હટાવી લીધા હતા.
ગુરુવારે દિલ્હીથી પાછા ફરેલા સંજય રાઉતને યોદ્ધા કહીને તેમના સ્વાગત કરતા પોસ્ટરો વિક્રોલીમાં પણ લાગેલા હતા. તેના પર શુક્રવારે કોઈ શખ્સે કૂતરાનો ફોટો લગાવીને તેમ જ બેનર પર અનેક અપશબ્દો લખ્યા હતા. તેમ જ ચપ્પલનો હાર પણ પહેરાવેલો હતો. શિવસેનાના કાર્યકર્તાના ધ્યાનમાં આવતા જ તેઓએ વિક્રોલી, સુર્યા નગરમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ બેનરો તાબામાં લીધા હતા અને આવી ભાષાનો ઉપયોગ કરી બેનરને નુકસાન પહોંચાડી સમાજમાં તણાવ ઊભા કરનારાને પોલીસ શોધી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! રેલવે પરિસરમાં ગુનાઓનો પર્દાફાશ કરવામાં CCTV બન્યા મદદગાર, આટલા ટકા કેસ સોલ્વ કરવામાં મળી સફળતા. જાણો વિગતે
છેલ્લા થોડા દિવસથી શિવસેન –ભાજપ સામે સામે થઈ ગયા છે. સંજય રાઉત સામે ઈડીની કાર્યવાહી બાદ સંજય રાઉત વધુ ઉશ્કેરાયા છે. તેમણે ભાજપના નેતા અને તેના પુત્ર સામે યુદ્ધ જહાજ વિક્રાંતને બચાવી લેવા માટે નાગરિકો પાસેથી વસુલ કરેલા 54 કરોડ રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ કર્યો છે. ભાજપના નેતાએ પોતાની સામેના આરોપ ફગાવીને તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. જોકે શિવસેના આ આરોપ બાદ ભાજપ ઉશ્કેરાઈ ગયો છે.