News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવે(Central Railway) ના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર(Masjid Bandar)ની વચ્ચે આવેલા 165 વર્ષ જૂના કર્ણાક બ્રિજ(Carnack Bridge)ને આખરે તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ બ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યા પછી શુક્રવારથી તેનું તોડી પાડવા(Demolition )નું ચાલુ કરવામાં આવ્યું છે.
Watch
Demolition of #Mumbai's Century Old Carnac Bridge between CSMT – MASJID stations begins..@raje_ashishpic.twitter.com/MUutLaov9v
— मुंबई Matters™ (@mumbaimatterz) September 2, 2022
કર્ણાક બ્રિજ જોખમી હોવાને કારણે બ્રિજ પરથી જોખમી વાહનો(Vehicle traffic)ની અવર-જવરમાં પ્રતિબંધ હતો. ફક્ત હળવા વાહનોને જ તેનો ઉપયોગ કરવાની મંજૂરી હતી. હવે આ બ્રિજ તોડી પાડવાનું ચાલુ કરવામાં આવ્યું છે, તેથી ટ્રાફિક પોલીસે(Traffic police) વાહનચાલકો માટે ડાઈવર્ઝન આપ્યા છે, તેથી વાહનચાલકોને જયાં સુધી નવો બ્રિજ નહીં બંધાય ભારે હાલાકીનો સામનો કરવો પડવાનો છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર 75 રૂપિયા ખર્ચીને સિનેમા હોલમાં જોઈ શકો છો તમે રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર- જાણો ક્યારે અને કેવી રીતે જોવા મળશે ફિલ્મ
બ્રિટિશરો(British Era)એ બાંધલો કર્ણાક પુલ લગભગ 165 વર્ષ જૂનો છે. હાલ પાલિકા(BMC) દ્વારા બ્રિજ પરની વિવિધ લેનમાં જેસીબી(JCB) મારફત તોડકામ કરવાનું ચાલુ કરાયું છે, જે લગભગ ત્રણેક મહિના સુધી ચાલી શકે છે. રેલવે દ્વારા હાલ કોઈ બ્લોક જાહેર કરવામાં આવ્યો નથી. રેલવેના કહેવા મુજબ સામાન્ય કામકાજ મોડી રાતના હાથ ધરવાની સાથે રવિવારના બ્લોક(Sunday Block)માં પૂરું કરવામાં આવશે.

બ્રિજ પર રહેલા બાંધકામનું કામકાજ પૂરું કરવામાં આવ્યા રેલવને ટ્રેક પર રહેલા બ્રિજના હિસ્સાને તોડી પાડવાનું કામ તબક્કાવાર કરવામાં આવશે. તે માટે પછી ૨૫થી ૩૦ કલાકનો બ્લોક લેવાની રેલવેની યોજના છે. બ્રિજના સ્ટીલના સંપૂર્ણ સ્ટ્રક્ચરને હટાવવા માટે ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : આ રાશિના જાતકો બેધડક રીતે આત્મવિશ્વાસ સાથે બોલે છે જુઠ્ઠું-જાણો તે રાશિ વિશે