ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈનો દરિયા, ગેટ વે ઓફ ઈન્ડિયા, ચોપાટી જેવા પર્યટકો સ્થળોનો નજારો હવે મુંબઈગરા બેસ્ટની ખુલ્લી ડબલ ડેકર ઓપન બસમાંથી માણી શકશે
બેસ્ટ ઉપક્રમે શનિવારથી ડબલ ડેકર ઓપન બસ પર્યટકો માટે ચાલુ કરી રહી છે. મુંબઈમાં અનેક પર્યટન સ્થળ અને હેરિટેજ વાસ્તુ છે. પર્યટકો માટે બેસ્ટ ઉપક્રમે પહેલા જ “હોપ ઓન-હોપ ઓફ” સેવા ચાલુ કરી છે, જેમાં એરકંડિશન ઈલેક્ટ્રિક બસ પર્યટકો મુંબઈના પર્યટન સ્થળોનો આનંદ માણી શકે છે. હવે બેસ્ટ ઉપક્રમે શનિવારથી ઓપન ડબલ ડેકર બસ ચાલુ કરી છે.
બેસ્ટની બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી જીજામાતા ઉદ્યાન-જુહુ ઉદ્યાન, જુહુ ચોપાટી, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ, શ્રી સિદ્ધિવિનાયક મંદિર, નેહરુ પ્લેનીટોરિયમ, ગિરગામ ચોપાટી, તારાપોરવાલા મત્સ્યાલય માર્ગથી ફરી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય(નેશનલ મ્યુઝિયમ) થઈને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, પાલિકા મુખ્યાલયથી ગ્લોરિયા ચર્ચ(ભાયખલા)થી બાંદ્રા રીક્લેમેશન, બોલીવુડના કલાકારોના બંગલા, લિન્કિંગ રોડ, જુહુ રોડ, રાજીવ ગાંધી વરલી સી લિંક, વરલી પ્લેનેટોરિયમ, હાજીઅલી, પેડર રોડ, બાબુલનાથ મંદિર, વાનખેડે સ્ટેડિયમ જેવા સ્થળો જોઈ શકશે.
અરે વાહ, પહેલા જ દિવસે રાણીબાગની આટલા પર્યટકો લીધી મુલાકાત, મુંબઈ મનપાએ થઈ આટલી આવક; જાણો વિગત
બસની ટિકિટ પ્રતિ વ્યક્તિ માત્ર 250 રૂપિયા હશે. એક વખત ટિકિટ ખરીદયા બાદ પ્રવાસી દિવસભર જુદા જુદા સ્થળોએ ફરી શકશે. એક પર્યટન સ્થળ પર બસમાંથી ઉતરીને તે સ્થળની મુલાકાત લીધા બાદ એ જ ટિકિટ પર અન્ય બસમાં પણ પ્રવાસ કરી શકાશે.