ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર મહિનાની અંદર જ નિયંત્રણમાં આવી ગઈ છે, તેથી ભાયખલામાં રહેલા વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય(રાણીબાગ)ને ફરી પર્યટકો માટે ગુરુવાર 10 ફેબ્રુઆરી, 2022થી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 2,810 પ્રવાસીઓએ રાણીબાગની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમા પાલિકાને 1,23,925 રૂપિયાની આવક થઈ હતી.
કોરોના સમયગળામાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા બાદ પહેલી નવેમ્બર 2021થી રાણીબાગ પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ફરી રાણીબાગની મુલાકાતે આવતા હતા. આ દરમિયાન 21 ડિસેમ્બર 2021થી કોરોનાનો પ્રકોપ વધ્યો હતો. તેથી રાણીબાગ ફરી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
મુંબઈના નવા વોર્ડની રચના સામે માત્ર ભાજપને વાંધો ? દસ દિવસમાં માત્ર આટલા લોકોએ લીધો વાંધો; જાણો વિગત
મુંબઈમાં હવે જો કે ત્રીજી લહેર નિયંત્રણમાં છે. તેથી પાલિકા પ્રશાસને 10 ફેબ્રુઆરીથી રાણીબાગ ખુલ્લુ મુકવાની જાહેરાત કરી હતી. પહેલા જ દિવસે મોટી સંખ્યામાં પર્યટકોએ અહીં મુલાકાત લીધી હતી. કોરોનાના નિયમોનું પાલન કરીને પર્યટકોને અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે