ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મુંબઈની પુણે વચ્ચેનું અંતર હવે વધુ ઘટી જવાનું છે. સરકારે મુંબઈથી પુણે વચ્ચેના ચાર કલાકના સમયને ઘટાડીને ત્રણ કલાકનો કરવાની યોજના બનાવી રહી છે.
મુંબઈ પુણે વચ્ચેનો પ્રવાસનો સમય ઘટાડવા માટે સરકાર દક્ષિણ મુંબઈથી સીધુ મુંબઈ-પુણે એક્સપ્રેસને કનેકટ કરવાની યોજના હાથ ધરી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરીટી(એમએમઆરડીએ)તેનો ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહી છે. તે માટે કન્સલટન્ટ પણ બહુ જલદી નીમવામાં આવવાનો છે.
એમએમઆરડીએની યોજના મુજબ મુંબઈ અને પુણેને જોડવા માટે સરકારે શીવડી-ન્હાવાસેવા ટ્રાંસ હાર્બર લિંક પ્રોજેક્ટને મુંબઈ-પુણે એક્સપ્રેસ સાથે સીધા કનેક્ટ કરવાની યોજના બનાવી છે. શીવડી-ન્હાવાસેવા ટ્રાંસ હાર્બર લિંક સીધો એક્સપ્રેસને કનેક્ટ થવાની સાથે જ વાહનો દક્ષિણ મુંબઈથી વગર થોભે સુધી પુણે સુધી જઈ શકશે. હાલ મુંબઈની એક્સપ્રેસ સુધી જવા માટે એકથી દોઢ કલાકનો સમય લાગે છે. શીવડી-ન્હાવાસેવા ટ્રાંસ હાર્બર લિંકને કારણે લગભગ 40 મિનિટનો સમય બચી જશે.
હવેથી એસ્ટેટ એજન્ટને પણ આપવી પડશે પરીક્ષા, આ છે કારણ જાણો વિગતે
મુંબઈ-પુણે એક્સપ્રેસ પર વાહનો લગભગ 80 કિલોમીટરની સ્પીડે દોડે છે. પરંતુ પીક અવર્સમાં નવી મુંબઈ અને છેડા નગર જંકશન અને ચેંબુર જંકશન પર થનારા ટ્રાફિકથી કારણે મોડું થાય છે. આ સમસ્યાથી ઉકેલ લાવવા માટે એક્સપ્રેસ વેને દરિયામાં બની રહેલા લિંક સાથે જોડવાની યોજના પર કામ ચાલુ કરી દીધું છે. દરિયામાં બની રહેલા 22 કિલોમીટર લાંબા પુલના દ્વારા ફક્ત 20 થી 25 મિનિટમાં મુંબઈથી નવી મુંબઈ સુધી પહોંચવું સંભવ રહેશે,
રાયગઢના પનવેલથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની શરૂઆત થાય છે. શીવડી-ન્હાવાસેવા ટ્રાંસ હાર્બર લિંકને પનવેલ સુધી લંબાવાનો વિચાર છે. હાલ આ રસ્તાનું 65 ટકા કામ થઈ ગયું છે. 2023 સુધી આ પ્રોજેક્ટ પૂરો કરવાની યોજના છે.