News Continuous Bureau | Mumbai Due to the mercury rise Airconditioned local ridership increased in the last few days
રેલવે પ્રશાસન માટે એરકંડિશન લોકલ(એસી) ધોળો હાથી સાબિત થઈ છે. મોટા ઉપાડે ચાલુ કરેલી એસી લોકલ સેવાને મુંબઈગરાએ બહુ પાંખો પ્રતિસાદ આપ્યો હતો. જોકે છેલ્લા 15 દિવસમાં અચાનક એસી લોકલમાં (AC Local)પ્રવાસ કરનારાઓની સંખ્યા વઘી ગઈ હોવાનો દાવો રેલવે પ્રશાસને કર્યો છે.
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના દાવા મુજબ મુંબઈના તાપમાનમાં વધારો થતાં મુંબઈગરા એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન (local train)તરફ વળ્યા છે. લોકો હવે એસી ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના મહામારી પહેલા વેસ્ટર્ન રેલવેમાં (western railway) એસી લોકલમાં પ્રવાસ કરનારા રજિસ્ટર્ડ પેસેન્જરની સંખ્યા વધુ હતી. પરંતુ પખવાડિયા પહેલાની સરખામણીમાં સેન્ટ્રલ રેલવેએ લગભગ 100% રાઇડરશિપ મેળવી લીધી હોવાનો સેન્ટ્રલ રેલવેએ દાવો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : સંભાળજો! વાહન જો ઉલટી દિશામાં ચલાવ્યું તો આવી બનશે. નોંધાઈ શકે છે એફઆઈઆર. નવા પોલીસ કમિશનરનું નવું ફરમાન.
સેન્ટ્રલ રેલવેમાં 28 ફેબ્રુઆરીના રોજ કુલ 13,410 મુસાફરો નોંધાયા હતા. તેની સામે માર્ચ મહિનાના પહેલા ત્રણ દિવસમાં અનુક્રમે આ આંકડો 15,215, 17,279 અને 12,319 રહ્યો હતો.
વેસ્ટર્ન પશ્ચિમ રેલવેમાં , 28 ફેબ્રુઆરીએ આ આંકડો 29,214 એ પહોંચી ગયો હતો. પહેલી માર્ચથી ચાર માર્ચ સુધી, પ્રતિદિન મુસાફરોની સંખ્યા અનુક્રમે 27,127, 28,962, 18,235 અને 11,733 નોંધાઈ હતી.