News Continuous Bureau | Mumbai FIR will be registered If motorists drive vehicle in Wrong direction
મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડે આવતાની સાથે જ મુંબઈગરાની સમસ્યાઓ પર ધ્યાન આપવાનું ચાલુ કરી દીધું છે. મુંબઈના રસ્તા પર થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે રસ્તા પર ઉલ્ટા વાહનો ચલાવી ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી કરનારા સામે આંખ લાલ કરી છે. રસ્તા પર ઉલટા વાહનો ચલાવનારા સામે તેમણે એફઆઈઆર નોંધવામાં આવશે એવી ચેતવણી આપી છે.
તાજેતરમાં મુંબઈના નવા પોલીસ કમિશનરે પ્રાયોગિક ધોરણે અઠવાડિયા સુધી વાહનો ટોઈંગ કરવામાં આવશે નહીં એવી જાહેરાત કરી છે. હવે તેમણે મુંબઈના રસ્તા પર થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા કમર કસી છે.
આ સમાચાર પણ વાંચો : ખોટ માં રહેલી મોનોરેલ ને ઉગારવા માટે હવે એક નવું રેલ્વે સ્ટેશન ઊભું કરાશે. જાણો દક્ષિણ મુંબઈનો કયો વિસ્તાર મોનોરેલ હેઠળ આવશે
મુંબઈમાં સવાર-સાંજના પીકઅવર્સમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેમાં પણ ઠેર ઠેર વાહનો પાર્ક કરેલા હોય છે. તેથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તો અમુક જગ્યાએ લોકો નો પાર્કિગ એરિયામાં વાહનો ચલાવે છે, તો અમુક વખતે ઉલટી દિશામાં વાહન ચલાવીને ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. અત્યાર સુધી આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે જો કોઈ ઊંધી દિશામાં વાહન ચલાવતા દેખાયું તો તેની સામે સીધી એફઆઈઆર દાખલ કરવાનો આદેશ પોલીસ કમિશનર સંજય પાંડેએ આપ્યો છે.