ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
બોરીવલી રેલવે સ્ટેશન પર સોમવારે દસ તોલા સોનું ભરેલી બૅગની અદલાબદલી થઈ જતાં પ્રવાસીએ RPFમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસકર્મીઓએ ઝડપભેર માત્ર બે કલાકમાં આ બૅગ શોધી કાઢી હતી. બોરીવલીની કસ્તુરબા પોલીસ સ્ટેશનની આ ઉત્તમ કામગીરી બદલ વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બે હવાલદારની પ્રશંસા કરી હતી.
ઉપલબ્ધ માહિતી અનુસાર પરવીન સિંહ રાઠોડ અને નેહા પારેખની દસ તોલા સોનું ઉપરાંત અન્ય કીમતી ચીજ-વસ્તુઓની બૅગ બોરીવલી રેલવે સ્ટેશન પર બદલાઈ ગઈ હતી. આ બૅગ ગુમ થતાં તેમણે બોરીવલી RPFમાં ફરિયાદ કરી હતી અને કસ્તુરબા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલે હવાલદાર રૂપેશ પાટીલ અને ગણેશ પાટીલે અધિકારી શશિકાંત જગદાળેના નેતૃત્વ હેઠળ CCTV કૅમેરામાં તપાસ કરી હતી અને માત્ર બે જ કલાકમાં આ બૅગ શોધી કાઢી હતી. આ દસ તોલા સોનું અને બીજી કીમતી ચીજ-વસ્તુઓથી ભેરેલી આ બૅગ તેમના માલિકને સુપરત કરી હતી.