ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
કાંદિવલીની હીરાનંદાની સોસાયટીમાં થયેલા ફેક વેક્સિનેશન મામલે કાંદિવલી પશ્ચિમ પોલીસ સ્ટેશને હવે FIR નોંધી છે. FIRમાં જણાવાયું છે કે “કૅમ્પ માટે પાલિકાની મંજૂરી લેવામાં ન આવી હોવાથી પ્રાથમિક તપાસ માટે કોઈ પાલિકા અધિકારી હાજર ન હતા. એવું લાગે છે કે આપેલી રસી કોઈ અધિકૃત સ્રોત પાસેથી લેવામાં આવી નહોતી. સોસાયટી દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.”
હકીકતે ૩૦ મેના રોજ આ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પ યોજાયો હતો. દરમિયાન ૩૯૦ સભ્યોએ રસી લીધી અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ થઈ ન હતી અને મોડેથી મળેલા સર્ટિફિકેટમાં ત્રણ અલગ-અલગ હૉસ્પિટલનાં નામ લખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તપાસ કરતાં જણાયું હતું કે આ હૉસ્પિટલો દ્વારા રસીકરણ કરવામાં આવ્યું ન હતું. એ બાદ કાંદિવલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પહેલી વાર ટાટા જૂથે નવી મુંબઈ ઍરપૉર્ટના નામકરણ વિવાદમાં ઝંપલાવ્યું; જાણો ટાટા તરફથી શું માગણી થઈ
ઉલ્લેખનીય છે કે સભ્યોએ રસીકરણ માટે કુલ 4,56,000 રૂપિયા ચૂકવ્યા હતા. પોલીસે કલમ 268, 270, 274, 275, 276, 419, 420 સહિત કલમ 43, 66 66 (સી) ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ ઉપરાંત મહામારીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.