ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
નવી મુંબઈના પ્રસ્તાવિત ઍરપૉર્ટના નામકરણનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. હવે ટાટા પરિવારે નવી મુંબઈના ઍરપૉર્ટને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા જેઆરડી ટાટાનું નામ આપવાની માગણી કરી છે.
દેશમાં સૌપ્રથમ વખત 1934માં કરાચીના ડ્રીન રોડ ઍરોડ્રામથી મુંબઈના ઍરોડ્રમ સુધી જહાંગીર રતનજી દાદાભોય ટાટાએ ટાટા ઍરલાઇન્સના નેજા હેઠળ વિમાન ઉડાવ્યું હતું. પિલુ ટાટા મિનોચેર ટાટાના વિધવા છે. જેમના ગ્રાન્ડ ફાધર અને ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા બંને ભાઈઓ હતા.
પિલુ ટાટાના કહેવા મુજબ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના જે. ડી. ટાટા પિતામહ છે. ભારતમાં સૌપ્રથમ તેમણે ટાટા ઍરલાઇન્સ ચાલુ કરી હતી. જે બાદમાં કેન્દ્ર સરકારે હસ્તગત કરી હતી અને એને ઍરઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. તેમણે દેશના એવિયેશન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય નકશા પર મૂકી દીધી હતું. એથી તેમની યાદમાં અને તેમના માનમાં નવી મુંબઈને તેમનું જ નામ આપવું જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે હજી ગયા અઠવાડિયામાં જ મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઈના પ્રસ્તાવિત ઍરપૉર્ટને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું નામ આપવાની જાહેરાત કરી હતી. જોકે નવી મુંબઈ ઍરપૉર્ટને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોએ આ ઍરપૉર્ટને તેમના નેતા ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે.