News Continuous Bureau | Mumbai MMRDA Planning to connect Mono rail with Metro
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ ખોટમાં રહેલી મોનોરેલને મેટ્રો-3 સાથે જોડવાનો નિર્ણય લીધો છે.
મુંબઈગરાની સુવિધાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનો દાવો MMRDA કર્યો છે. જોકે હકીકતમાં ધોળો હાથી સાબિત થયેલી મોનો રેલને ઉગારવા માટે તેનો મેટ્રો-3 સાથે જોડવામાં આવી રહી હોવાનું કહેવામાં આવે છે.
MMRDAના કહેવા મુજબ મોનોરેલનું છેલ્લું સ્ટેશન જેકબ સર્કલ સ્ટેશન છે, તેનો વિસ્તાર કરીને નિર્માણધીન મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. તે માટે MMRDAને 500 મીટર સુધી મોનોના રૂટને વધારવો પડવાનો છે. ત્યારબાદ મોનોને અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 સાથે જોડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ સમાપ્ત, BMCનો કારભાર હવે પ્રશાસકના હાથમા, રાજકીય પાર્ટીઓની ઓફિસમાં લાગી જશે તાળા. જાણો વિગત
મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન અને જેકબ સર્કલ મોનો સ્ટેશન જોડાઈ જશે, તો મુંબઈગરાનો પ્રવાસ વધુ સરળ રહેશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ જ બંને કોરિડોરની કનેક્ટિવીટી પણ વધશે અને બંને રૂટના પ્રવાસીઓને રૂટ બદલવામાં પણ સરળતા રહેશે.
એ સિવાય મોનોરેલને વડાલા-થાણે મેટ્રો-4 કોરિડોર સાથે જોડવાની પણ MMRDA યોજના બનાવી રહ્યું છે, જેથી દાદર, લોઅર પરેલ, ચિંચપોકલી સહિત મધ્ય મુંબઈના વિસ્તારો સાથે જોડી શકાશે.