ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
કાંદિવલીની એક સોસાયટીમાં બોગસ વેક્સિનેશન થયા બાદ હવે એ સવાલ પેદા થાય છે કે જે રસી સોસાયટી માં રહેનાર લોકોને આપવામાં આવી હતી તે ક્યાંથી આવી? હવે આ સંદર્ભે પોલીસ વિભાગને મહત્વપૂર્ણ કડીઓ મળી છે. એક સંભાવના મુજબ ચારકોપ વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ ને વેક્સિનેશન માટે જે બાટલીઓ આપવામાં આવી હતી તેમાંથી એક્સ્પાયર થઇ ગયેલી બાટલીઓ મુંબઈ મહાનગર પાલિકાને પરત આપવામાં આવી નથી. આ ઉપરાંત રસીના જે ડોઝ બરબાદ થયા તે ડોઝ પણ મુંબઈ મહાનગરપાલિકા ને પાછા આપવામાં આવ્યા નથી.
મુંબઈ શહેરમાં અધધધ… હજારો લોકોનું બોગસ રસીકરણ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાની કબૂલી. જાણો વિગત.
આ કારણથી એવી શક્યતા વરસાવવામાં આવી રહી છે કે કાંદિવલીની જે હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન થયું હતું તેના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન આપવામાં આવી હતી.