ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવારa
મુંબઈના ખારમાં ગઇકાલે મોડી સાંજે ભીષણ આગની દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.
પશ્ચિમ ખારમાં સ્થિત સાત માળની નૂતન વિલા બિલ્ડિંગમાં ગઈકાલે સાંજે સાત વાગે આગ ફાટી નીકળી હતી. જેને બુઝાવવા ૮ ફાયર એન્જિન અને પાણીના ૭ ટેન્કરો આવી પહોંચ્યા હતા.
મુંબઈની બેસ્ટ બસમાં હવે મહિલા કન્ડક્ટરો, જાણો નવી પહેલ વિશે
ઇમારતમાં ફસાયેલા લોકોને જવાનોએ બચાવવાનું કામ શરૂ કર્યું ,ત્યારે 40 વર્ષની મહિલા હેમા જગવાની રૂમમાં ફસાઈ ગઇ હતી. જવાનોએ બહાર કાઢી ત્યારે તેની હાલત ગૂંગળામણને કારણે ગંભીર થઈ ગઇ હતી. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેને મૃત જાહેર કરાઈ હતી.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે 4 કલાકની મહેનત લાગી. શોર્ટસર્કિટને કારણે આ આગ લાગી હતી. આખી ઇમારતમાં ધૂમાડો ફેલાઈ ગયો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ બ્રિધિંગ અપેરેટસ પહેરીને બચાવ કામ કરવું પડ્યું હતું.