News Continuous Bureau | Mumbai
ચોમાસા પહેલા મુંબઈમાં વૃક્ષોની છંટણી કરવાનું કામ મુંબઈ મહાનગરપાલિકા કરવાની છે. તે માટે લગભગ 52 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
ચોમાસામાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે વૃક્ષ ધરાશયી થવાના અને તેની ડાળકીઓ તૂટી પડવાના બનાવ વધી જતા હોય છે. જે રસ્તા પર ચાલનાર વ્યક્તિ માટે જોખમી બની શકે છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા મુંબઈના તમામ વિસ્તારમાં વૃક્ષોની છટણી પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે.
ચાલુ વર્ષમાં પાલિકા 52 કરોડ રૂપિયા ખર્ચવાની છે. તે માટે દરેક વોર્ડ અનુસાર પાલિકાએ ટેન્ડર મંગાવ્યા છે. આ વર્ષે ફક્ત એક એક વર્ષ માટે કોન્ટ્રેક્ટર નીમવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈગરાની સેવામાં આવી વધુ 3 નવી ઓપન ડેક બસ, જાણો વિગતે
આ અગાઉ 2019માં બે વર્ષ માટે કોન્ટ્રેક્ટર નીમ્યો હતો, જેને 97 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષ માટે કામ આપવામાં આવ્યું હતું.
મુંબઈમાં સૌથી વધુ વૃક્ષોની છટણીનો કોન્ટ્રેક્ટર જી-નોર્થ વોર્ડ એટલે કે દાદર, ધારાવી અને માહિમમાં કરવાની છે. આ વોર્ડ માટે 3 કરોડ 25 લાખ રૂપિયા ખર્ચવામાં આવવાના છે. ત્યારબાદ બાંદરા, ખાર (પશ્ચિમ) વોર્ડ માટે 3 કરોડ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. અંધેરી, જોગેશ્ર્વરી (પશ્ચિમ) માટે 3 કરોડ 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.