મુંબઈ શહેર

ઘાટકોપરના ગણેશ મંડળે લોકોની સમસ્યાઓને વાચા આપી, ગણપતિબાપ્પા લોકલ ટ્રેનમાં બેઠા છે એવી સજાવટ કરી, જુઓ ફોટોગ્રાફ અને વીડિયો; જાણો વિગત

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગણેશોત્સવનો તહેવાર ફક્ત ધાર્મિક જ નહીં, પણ સામાજિક સમસ્યાઓને ઉજાગર કરનારો પણ રહ્યો છે. તેમાં પણ વર્ષોથી સાર્વજનિક ગણેશમંડળો પોતાનાં મંડળોમાં લોકોની સમસ્યાને વાચા આપનારું ડેકોરેશન કરીને પ્રશાસનનું ધ્યાન દોરતું આવ્યું છે. ભક્તોને આકર્ષવા મંડળો પણ જાતજાતની થીમનું ડેકોરેશન પોતાનાં મંડળોમાં કરતાં હોય છે.

આ વર્ષે જોકે સાર્વજનિક મંડળોમાં ભક્તોનાં દર્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. છતાં અનેક મંડળોએ સામાન્ય મુંબઈગરાને રોજ વેઠવી પડતી હાલાકીનો ચિતાર આપવાનો પ્રયાસ ડેકેરોશન મારફત કર્યો છે. કોરોના મહામારીને કારણે લૉકડાઉન દરમિયાન મુંબઈગરાની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન અત્યાવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારી સિવાય અન્ય તમામ લોકો માટે બંધ કરી દેવામાં આવી હતી.

લાંબી રાહ જોવડાવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે વેક્સિનના બંને ડોઝ લેનારાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. જોકે હજી પણ 70 ટકા મુંબઈગરા પોતાની બીજી વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. એવામાં હજી પણ લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી નથી, ત્યારે ઘાટકોપરમાં આવેલા એક સાર્વજનિક ગણેશ મંડળે પોતાના ગણપતિબાપ્પાની સ્થાપના મુંબઈગરાની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની અસ્સલ પ્રતિકૃતિ ઊભી કરીને તેમાં કરી છે.

ગણપતિબાપ્પા સાચેની લોકલ ટ્રેનમાં બેઠા હોય એવો અનુભવ ભક્તોને થઈ રહ્યો છે. ગણપતિબાપ્પાનાં દર્શન કરીને સામાન્ય મુંબઈગરો જાણે કહેતો હોય કે સરકાર નહીં, હવે તું જ અમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું ગોઠવી આપ તો કંઈ થાય.

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા, સરેરાશ રાજયમાં આટલા ટકા વરસાદ પડયો; જાણો વિગતે 

 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )