ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ ગણેશોત્સવને લઈને બજારોમાં ભીડ થઈ રહી છે. એને જોતાં બહુ જલદી કોરોનાની ત્રીજી લહેરનું આગમન થવાની શક્યતા વર્તાઈ રહી છે. નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાથી લઈને માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. સાર્વજનિક સ્થળે ગરદી કરી રહ્યા છે, ત્યારે મુંબઈ મનપા અને પોલીસ પણ આવા લોકો સામે પગલાં લેવામાં ઢીલાશ વર્તી રહી છે. માસ્ક વગર ફરનારા સામેની કાર્યવાહી ઠંડી પડી ગયેલી જણાઈ રહી છે. લોકો વગર કોઈ ડરે બિનધાસ્ત માસ્ક વગર સાર્વજનિક સ્થળે તથા રેલવે પરિસરમાં ફરી રહ્યા છે.
અરેરે! ગણેશોત્સવમાં મુંબઈના આ વિસ્તારમાં ગણેશભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ; જાણો વિગત
માસ્ક વગરના લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. મુંબઈમાં જુદા-જુદા વિસ્તારમાં માસ્ક વગર ફરનારા પાસેથી પાલિકાના કલીનઅપ માર્શલ્સ તથા મુંબઈ પોલીસ કાર્યવાહી કરે છે, તો રેલવે પરિસરમાં રેલવે પોલીસ દ્વારા માસ્ક વગરના લોકોને દંડે છે. જોકે છેલ્લા થોડા દિવસથી આ કાર્યવાહી ઠંડી પડી ગઈ છે.