ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જુલાઈ 2021
શનિવાર,
શુક્રવારે ભારે વરસાદ દરમિયાન અનેક ઠેકાણે વીજળીના ધાંધિયા થયા હતા. જેમાં મુંબઈ મહાનગરપાલિકાનું ફોર્ટમાં આવેલા મુખ્યાલયમાં પણ વીજ પુરવઠો ખંડિત થઈ ગયો હતો. કલાકો સુધી વીજળી ગુલ થવાથી કામકાજને મોટા પ્રમાણમાં અસર થઈ હતી.
આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા ! MMRDAએ સફેદ હાથી સાબિત થયેલી મોનોરેલ વેચી મારવાની ફિરાકમાં જાણો વધુ વિગત
દક્ષિણ મુંબઈ બેસ્ટ દ્વારા વીજ પુરવઠો કરવામાં આવે છે. શુક્રવારે બપોરના લગભગ 1.30 વાગ્યાની આસપાસ વીજ પુરવઠો ખંડિત થયો હતો. તે છેક સાંજના 5 વાગ્યાની આસપાસ પૂર્વવત થયો હતો. આ દરમિયાન પાલિકાના મુખ્યાલયમાં જનરેટર પર વીજ પુરવઠો ચાલુ તો કરવામાં આવ્યો હતો . પરંતુ જનરેટરને કારણે લિફ્ટ બંધ હતી. તો મોટા પ્રમાણમાં કમ્પ્યુટર પણ બંધા હતા. એરકંડિશન્ડ પણ બંધ હતા. તેને કારણે કર્મચારીઓ બેહાલ થઈ ગયા હતા.