ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જુલાઈ 2021
શનિવાર,
વાજતે ગાજતે દેશની પહેલી ચાલુ કરવામાં આવેલી મોનોરેલ બહુ જલદી વેચાઈ જાય એવી શકયતા છે. મોનો રેલને ચલાવવું અને તેની જાળવણી કરવું મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઓથોરિટી (MMRDA)ને ભારે પડી રહ્યું છે. તેથી મોનોરેલ કોઈ ખાનગી કંપનીને ચલાવવા આપી દેવા માટે MMRDA વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.
લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી મોનોરેલ પ્રવાસીઓને પોતાની તરફ ખેંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પહેલાથી તેને પ્રવાસી મળતા નહોતા .તેમા હવે છેલ્લા 15 મહિનાથી કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને પગલે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.
મોનોરેલ જે રૂટ પર બનાવવામાં આવી રહી હતી, તેની સામે પહેલાથી જ વિરોધ રહ્યો હતો. પ્રવાસી ઓછા તેમાં પાછું તેની જાળવણીનો ખર્ચ વધુ જે હવે MMRDAને પરવડી નથી રહ્યો. તેથી સરકાર જો મંજૂરી આપે તો તે ખાનગી કંપનીને ચલાવવા માટે આપી દેવામાં માગે છે.