ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાન નગરસેવક યશંવત જાધવના ઘરે વહેલી સવારે ઈન્કમ ટેક્સે છાપો માર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલી ધરપકડ બાદ હવે શિવસેનાના ધરખમ નેતાના ઘરે રેડ પડવાને કારણે મહાવિકાસ આઘાડીના હવે કયા નેતા સરકારી એજેન્સીના હાથે ચઢશે તેની ચર્ચાએ જોર પકડયું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નગરસેવક યશવંત જાધવ પર 15 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને કદાચિત આ સંદર્ભમાં જ આ છાપો મારવામા આવ્યો હોવાનું માનવામાં આવે છે. એ સાથે જ તેમની પર કરચોરીનો આરોપ પણ મુકવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે યશવંત જાધવના પત્ની યામિની જાધવ શિવસેનામાંથી ભાયખલાના વિધાન સભ્ય તરીકે ચૂંટાયા છે.
શુક્રવારે વહેલી સવારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓએ યશંવત જાધવના ઘરે છાપો માર્યો હતો. તેમની સાથે સીઆરપીએફની ટુકડી પણ હતી. યશંવત જાધવના ઘરે હાલ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.
મલાડના ઉદ્યાનના નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો. મેદાનને મળ્યું આ નવું નામ. જાણો વિગતે
યશંવત જાધવ પાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. પાલિકામાં તેઓ કદાવર નેતા ગણાય છે અને ભાયખલામાં તેમનો હોલ્ટ પણ બહુ હોવાનું માનામાં આવે છે.ભાજપ લાંબા સમયથી તેમના ઉપર બનાવટી કંપનીઓના દ્વારા નાણાંકીય હેરફેર કરી હોવાનો આરોપ લગાવી રહી છે.
નવાબ મલિકની ધરપકડના વિરોદ્ધમાં મહાવિકાસ આઘાડીના નેતા, પ્રધાનોએ પ્રર્દશન કર્યા હતા, તેમાં યશંવત જાધવના પત્ની યામીની પણ જોડાયા હતા.