ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં કોરોનાના નવા દર્દીમાં ખાસ્સો એવો ઘટાડો થયો હતો. જોકે કોરોનાનું ટેસ્ટિંગ વધવાની સાથે જ નવા કેસમાં પણ વધારો થયો છે. જે બાબત ચિંતાજનક છે. ગુરુવારે મુંબઈમાં 37,905 કોરોનાનાં ટેસ્ટિંગ થયાં હતાં, જેમાં 711 કોરોનાના પૉઝિટિવ કેસ નોંધાયા હતા.
મુંબઈમાં સોમવારે 521 અને મંગળવારે 570 કેસ નોંધાયા હતા. એથી કેસમાં હજી ઘટાડો થવાની અપેક્ષા હતી, પરંતુ ગુરુવારે ટેસ્ટિંગનું પ્રમાણ વધારે થયું હતું. એથી નવા કેસમાં પણ વધારો જણાઈ આવ્યો હતો. હાલ મુંબઈમાં કોરોનાના 14,577 ઍક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈંમાં 23 દર્દીનાં મોત થયાં હતાં. એ સાથે શહેરનો મૃત્યાંક 15,338 પર પહોંચી ગયો છે, તો દર્દી બમણા થવાનો સમયગાળો 728 દિવસનો છે.
કેવી કરુણાંતિકા… ઘાટકોપરમાં જે દર્દીની આંખ ઉંદર ખાઈ ગયું હતું. એ દર્દીનું મૃત્યુ થયું. જાણો વિગત
બ્રેક ધ ચેઇન હેઠળના મહારાષ્ટ્ર સરકારની નિયમાવલી મુજબ પૉઝિટિવિટ રેટ 2.27 થયો છે. એ મુજબ મુંબઈ લેવલ વનમાં આવી ગયું છે. એથી મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય નાગરિકો માટે ચાલુ કરવાની તેમ જ નિયંત્રણો હળવાં કરવાની એક તરફ માગણી થઈ રહી છે, એવામાં કોરોનાના નવા કેસમાં ફરી વધારો થયો છે. એથી વેપારી વર્ગ સહિત સામાન્ય મુંબઈગરાની ચિંતામાં પણ વધારો થયો છે.