ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
છેલ્લા કેટલાક સમયથી રાજકારણીઓ અને આરોગ્યકર્મીઓ ત્રીજા બુસ્ટર ડોઝની માગણી કરી રહ્યા છે. તેમને ડર છે કે કોરોના રસીના બે ડોઝ લીધા બાદ પણ તેમના શરીરમાં એન્ટીબોડીઝનું સ્તર ઘટી જશે. એવામાં પવાઇની એલ.એચ હીરાનંદાની હોસ્પિટલે પાલિકા અને રાજ્ય સરકાર પાસે આરોગ્યકર્મીઓ માટે ત્રીજા બુસ્ટર ડોઝની માગણી કરી છે. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી ત્રીજા ડોઝની પરવાનગી આપી નથી.
એલએચ હિરાનંદાણીના સીઈઓ ડો.સુજિત ચેટર્જીએ જણાવ્યું હતું કે, 80% થી વધુ આરોગ્ય કર્મચારીઓમાં, લેવાયેલી રસીની અસર નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે અને ઘણા લોકોમાં તે શૂન્ય થઈ ગઈ છે.
આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત
પ્રાણનું જોખમ ઉઠાવી કામ કરતા હેલ્થ વર્કરોને સુરક્ષિત રાખવા જોઈએ તેથી બૂસ્ટર શોટ માત્ર આરોગ્ય કર્મચારીઓ માટે જ મર્યાદિત કરી શકાય.
કેટલાક પશ્ચિમી દેશોએ તેમના આરોગ્યકર્મીઓ અને જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય એવા લોકો માટે બૂસ્ટર શોટને મંજૂરી આપી છે.