ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
મુંબઈના બોરીવલી વિસ્તારમાં સત્યદેવ જોશી નામના વકીલ ઉપર એક ટોળકી દ્વારા લાકડીઓ અને તલવાર વડે હુમલો કરાયો હતો. હુમલાને કારણે વકીલને ભારે ઈજા થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત એક વકીલે આ હુમલાનો વીડિયો શૅર કરતાં લખ્યું હતું કે “સત્યદેવ જોશી પર આજે ગુંડાઓએ બોરીવલી ખાતે તલવાર વડે હુમલો કર્યો હતો, જ્યારે તેઓ ક્લાયન્ટ સાથે વાતચીત કરી રહ્ય હતા.”
આ ચોંકાવનારા વીડિયોમાં દેખાય છે કે ગુંડાઓની એક ટોળકીએ આ વકીલને ઘેરી લીધો હતો અને ત્યાર બાદ વકીલ સાથે મારપીટ કરી હતી. વિવાદ સર્જાતાં આ વકીલ પર સળિયા અને તલવાર વડે હુમલો કરાયો હતો. આ ઘટનાથી આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ધોળે દિવસે વકીલ પર થયેલો આ હુમલો મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
કાંદિવલી પૂર્વમાં ૪૦૦ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, લોકોને થયું મોટું નુકસાન; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ અંગે એક મીડિયા હાઉસે ટ્વીટ કરી પોલીસનું નિવેદન ટાંકતાં લખ્યું હતું કે વકીલ ઉપર હુમલો કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને FIR પણ નોંધવામાં આવી છે. જુઓ ચોંકાવનારો વીડિયો.