ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27, સપ્ટેમ્બર 2021
સોમવાર
ઉડ્ડયન સલામતીને ધ્યાનમાં રાખીને દહિસરમાં બિલ્ડિંગની ઊંચાઈને લઈને ઉડ્ડયન વિભાગ દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તેની સામે દહિસરમાં સ્થાનિક રહેવાસીઓની સાથે જ રાજકીય પાર્ટીઓ પણ રસ્તા પર ઉતરી પડી છે. ખાસ કરીને ભાજપ, વિરોધ કરવામાં અગ્રેસર રહી છે.
ભાજપના દહિસરના વિધાનસભ્ય મનીષા ચૌધરીએ કેન્દ્રના સિવિલ એવીએશન મિનિસ્ટર જયોતિરાદિત્ય સિંધિંયાને પત્ર લખીને આ મુદ્દે ધ્યાન દોર્યું છે. વિધાનસભ્યની ફરિયાદ મુજબ ઉડ્ડયન વિભાગના બિલ્ડિંગની હાઈટને લઈને મુકવામાં આવેલા પ્રતિબંધોને પગલે દહિસરમાં ચાલી રહેલા અનેક ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અટકી જશે.
ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ ઉડ્ડયન સલામતીનું કારણ અથવા તો સાંતાક્રુઝથી દહિસર સુધીના વિસ્તારમાં રહેતા સંરક્ષણ સ્થાપને ઈમારતોની ઊંચાઈને લઈને પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટનો ભાગ રહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુહુ અને દહિસરમાં બિલ્ડિંગની ઊંચાઈને લઈને પ્રતિંબધ મૂકી રહી છે. તેમના કહેવા મુજબ, એવીએશન એક્ટિવિટીને લઈને મુંબઈમાં રહેલી કમ્યુનિકેશન સિસ્ટમને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેકેટમાં ઊંચાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે.
મુંબઈ શહેરમાં આટલી સીટો પર કોંગ્રેસ બીએમસીની ચૂંટણી લડશે
જુહુમાં જ નવા પ્રોજેકટમાં હાઈટ પર પ્રતિંબધ મૂકી દેવામાં આવી છે, તેને કારણે લગભગ 400 પ્રોજેકટને અસર થઈ હોવાનું માનવામાં આવે છે.