ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ કોંગ્રેસે આગામી વર્ષે યોજાનારી BMC ની ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે અને પોતે સ્વબળ પર લડવાની જાહેરાત કરી છે.
મુંબઈ રિજનલ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભાઈ જગતાપે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ મહાનગરપાલિકાની તમામ ૨૨૭ બેઠકો માટે ઉમેદવારો ઉભા કરશે.
કમિશ્નરે દરેક સહાયક કમિશ્નર ને મુંબઈના દરેક વોર્ડમાં વસાહતો, ઝૂંપડપટ્ટી અને ઇમારતોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મહાનગરપાલિકા 227 વોર્ડનો ૨ફ પ્લાન તૈયાર કરશે. ઉપરાંત, જો ચૂંટણી પંચ માહિતી મંગાવશે તો તો તે પૂરી આપવામાં આવશે.
ભાઇ જગતાપની પ્રમુખ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની પૃષ્ઠભૂમિ પર કોંગ્રેસ પક્ષની જિલ્લા અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે મુંબઈ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અજંતા યાદવ અને પાલક મંત્રી અસલમ શેખ પણ હાજર હતા.
મંદી કોને કહેવાય? મુંબઈમાં એક ફ્લૅટ દોઢ લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે વેચાયો