ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
મલાડના કુરાર વિલેજમાં મેટ્રોને આડે આવી રહેલાં બાંધકામ તોડવાની મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટે કામગીરી હાથ ધરી હતી, જેનો વિરોધ કરનારા ધારાસભ્ય અતુલ ભાતખલકરને પોલીસે અટકાયતમાં લીધા હતા.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA) દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કુરાર વિલેજ પાસે સર્વિસ રોડ પર મેટ્રોના કામકાજમાં આડે આવી રહેલાં બાંધકામને સવારના સમયમાં તોડી પાડવામાં આવી રહ્યાં હતાં. ભરવરસાદમાં કરવામાં આવી રહેલી કામગીરીનો કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખલકરે વિરોધ કરતાં તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
અતુલ ભાતખલકરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ભારે વરસાદમાં આ લોકોએ ગરીબોનાં ઘર તોડી પાડ્યાં હતાં. હાઈ કોર્ટે કોવિડ સમયમાં કોઈ પણ બાંધકામ તોડવા પર પ્રતિબંધ આપ્યો છે. છતાં કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ગરીબોનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. કાલે રાતના આવીને બીજી જગ્યાએ બાંધવામાં આવેલાં ઘરની ચાવી તેમના હાથમાં થમાવી દેવામાં આવી હતી અને આજે સવારના લોકોને જબરદસ્તીથી ઘરની બહાર ખેંચીને કાઢવામાં આવ્યા હતા. તેમની કાર્યવાહીનો વિરોધ કરનારા લોકોની મારપીટ કરવામાં આવી હતી. એથી આ પૂરા બનાવને રોકવા અને તેમની કામગીરીનો વિરોધ કરતાં મને પોલીસે અટકાયતમાં લીધો હતો.
હવે મીઠી નદી પરના પુલનું કામ હજી રખડશે; પાલિકાએ સ્થાયી સમિતિને આપ્યો આ પ્રસ્તાવ, જાણો વિગત
મુખ્ય પ્રધાનના હસ્તેઅહીં ઉદ્ઘટાન થવાનું છે. તેમની આગતાસ્વાગતા માટે કુરારમાં લોકોનાં ઘર તોડવામાં આવી રહ્યાં છે, એવો આરોપ કરતાં અતુલ ભાતખલકરે ક્હ્યું હતું કે આ પ્રોજેક્ટમાં આવતા એક સ્ટેશનના ઉદ્ઘાટન માટે લોકનાં ઘર જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યાં છે. ગિરગામ પેર્ટનની માફક તેમના જ્યાં ઘર તોડવામા આવ્યાં છે ત્યાં જ તેમનું પુનર્વસન કરવાની માગણી કરવામાં આવી હતી, પણ સરકારને કાને અમારી કોઈ વાત પહોંચતી નથી. જ્યારે તેમની અમાનવીય કામગીરીનો વિરોધ કરવામાં આવે છે ત્યારે બોલતી બંધ કરવા પોલીસનો ડર બતાવવામાં આવે છે.