225
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
સપ્તાહની શરૂઆત સાથે જ ફરી એકવાર સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદે જોર પકડ્યું છે.
હવામાન વિભાગે આજે અને આવતી કાલે મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વર્ષા થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કોંકણ( મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ)માં મુશળધાર વર્ષા (યલો એલર્ટ) થશે
મધ્ય મહારાષ્ટ્ર (નાશિક,પુણે,નંદુરબાર,ધુળે,સાતારા),મરાઠવાડા (જાલના, ઔરંગાબાદ, પરભણી) અને વિદર્ભ( નાગપુર, ચંદ્રપુર, વર્ધા,અમરાવતી, ભંડારા, ગઢચિરોળી, યવતમાળ)માં ભારે વરસાદ( યલો એલર્ટ) થવાની સંભાવના છે.
Join Our WhatsApp Community