ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે હવે મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લૅક ફંગસ જોખમી બની રહ્યો છે. મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયામાં જ મ્યુકરમાયકોસિસનો ભોગ બનેલાં ત્રણ બાળકોની સર્જરી કરી આંખ કાઢી લેવામાં આવી છે. આ બાળકોની ઉંમર 4, 6 અને 14 વર્ષની છે. કોરોનાના દર્દીઓ જેમાં ખાસ કરીને ડાયાબિટીઝ જેવી જોખમી બીમારીઓ ધરાવતા લોકોમાં આ ઇન્ફેક્શન વધુ જોવા મળી રહ્યું છે.
મુંબઈની બે હૉસ્પિટલમાં આ ત્રણ બાળકો પર સર્જરી કરવામાં આવી હતી. એમાં બે બાળકોને કોઈ બીમારી નહોતી, પરંતુ 14 વર્ષના બાળકને ડાયાબિટીઝ હતો, તો 16 વર્ષનો બીજો બાળક પણ ડાયાબિટિક હતો. કોરોનાથી સાજા થયા બાદ તેના પેટમાં બ્લૅક ફંગસને કારણે ઇન્ફેકશન જણાયું હતું.
મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ ડીલે થતાં આટલા હજાર કરોડનો ગોટાળો થશે; આંકડો સાંભળીને ચક્કર આવશે
નિષ્ણાત ડૉક્ટરના કહેવા મુજબ કોરોનાની બીજી લહેરમાં બે બાળકી બ્લૅક ફંગસનો શિકાર બની હતી. બંનેને ડાયાબિટીઝ નહોતો, પરંતુ 16 વર્ષના બાળકને ડાયાબિટીઝ હતો. 48 કલાકમાં જ તેની આંખમાં મોટા પ્રમાણમાં ઇન્ફેક્શન થયું હોવાનું જણાયું હતું. તેના નાકમાં પણ ઇન્ફેક્શન થયું હતું. સદનસીબે તેના મગજ સુધી ઇન્ફેક્શન પહોંચ્યું નહોતું. બ્લૅક ફંગસનું ઇન્ફેક્શન જલદી પકડાયું નહીં તો તેને મગજ સુધી પહોંચતું રોકવા માટે આંખ, નાક તો અમુક વખતે જડબું પણ ઑપરેશન કરીને કાઢી નાખવું પડે છે.